- મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
- સ્ક્રીન રીડર ઍક્સેસ
- બીટા વર્ઝન
ક્રાઉડફંડિંગ રોકાણ છેતરપિંડી
નવા જમાનાની જાળ: જ્યારે કોઈ "સ્ટાર્ટઅપને ટેકો આપવો" અને "સામાજિક કાર્યને ટેકો આપવો" છેતરપિંડીને ટેકો આપવા લાગે
નકલી ક્રાઉડફંડિંગ રોકાણ પ્લેટફોર્મ્સના વધતા જોખમનવા જમાનાની જાળ: જ્યારે કોઈ "સ્ટાર્ટઅપને ટેકો આપવો" અને "સામાજિક કાર્યને ટેકો આપવો" છેતરપિંડીને ટેકો આપવા લાગે
નકલી ક્રાઉડફંડિંગ રોકાણ પ્લેટફોર્મ્સના વધતા જોખમ
તે ઘણીવાર ભાવનાત્મક અપીલ અથવા ઉચ્ચ વિચારથી શરૂ થાય છે.
કોઈ નવા જમાનાનું સ્ટાર્ટઅપ જે દાવો કરે છે કે તે બનશે“ભારતનું નેક્સ્ટ યુનિકોર્ન.”
કોઈ સામાજિક ઉદ્યોગ જે કહે છે કે તે“એક એક દાનથી, જીવન બદલી રહ્યાં છે.”
કોઈ આકર્ષક ક્રાઉડફંડિંગ પેજ જે વચન આપે છેનાના ઇન્વેસ્ટર માટે ઇક્વિટીઅને “ફંડિંગ બંધ થયા પછી 10 ગણું રિટર્ન.”
બધું જ વાસ્તવિક લાગે છે - લૉગો, પ્રશંસાપત્રો, સ્થાપકોના ફોટા પણ.
તમે એક નાની રકમનું રોકાણ કરો છો, માનો છો કે તમે નવીનતા અથવા પ્રભાવને ટેકો આપી રહ્યા છો.
થોડા અઠવાડિયા પછી, વેબસાઇટ અદૃશ્ય થઈ જાય છે, ફોન નંબર બંધ આવે છે - અને તેથી તમારી આશા પણ સમાપ્ત થઈ જાય છે.
અને આમ તમે નકલી ક્રાઉડફંડિંગ રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડીનો ભોગ બનો છો.
ક્રાઉડફંડિંગ રોકાણ છેતરપિંડી શું છે?
ક્રાઉડફંડિંગ વ્યક્તિઓને ઑનલાઇન પૈસા એકત્ર કરવાની સુવિધા આપે છે - બિઝનેસ સાહસો, સ્ટાર્ટઅપ્સ અથવા સામાજિક કાર્ય માટે. જ્યારે અસલ ક્રાઉડફંડિંગ એક શક્તિશાળી સાધન બની શકે છે, ત્યારે છેતરપિંડી કરનારાઓ તેનો ઉપયોગ રોકાણકારો અને દાતાઓને છેતરવા માટે કરે છે.
તે કેવી રીતે કામ કરે છે તે અહીં જણાવેલ છે:
-
તેઓ એવી નકલી વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા પેજ બનાવે છે, જે પોતાને ધર્માદાના કાર્યો માટે સ્ટાર્ટઅપ્સ તરીકે રજૂ કરે છે.
-
તેઓ ઉચ્ચ ઇક્વિટી રિટર્ન, આઇપીઓની વહેલી ઍક્સેસ અથવા નફાની વહેંચણી નું વચન આપે છે.
-
તેઓ હજારો લોકો પાસેથી નાની રકમ એકત્રિત કરે છે - વ્યક્તિગત રીતે જોઇએ તો આ નાની રકમ હોય છે પરંતુ તેનો કુલ સરવાળો નોંધપાત્ર હોય છે.
-
એકવાર પૂરતા પૈસા એકત્ર થયા પછી તેઓ ગાયબ થઈ જાય છે.
ઘણીવાર, આ છેતરપિંડી કરનારા વિશ્વાસ મેળવવા માટે ભાવના અને તાત્કાલિકતા નો ઉપયોગ કરે છે - સ્ટાર્ટઅપના ઉત્સાહને સામાજિક કાર્યોના હૃદયસ્પર્શી બાબતો સાથે જોડીને.
ચિંતાજનક વલણ
સાઇબર ક્રાઇમ રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા, ટેલિગ્રામ ગ્રુપ અને વૉટ્સએપ ચૅનલો પર નકલી ક્રાઉડફંડિંગ સોશિયલ કૅમ્પેનમાં સેંકડો ભારતીયોએ પૈસા ગુમાવ્યા છે.
જો કે આ બહુ ચર્ચિત નથી છતાં, ઘણા ઇક્વિટી આધારિત સ્ટાર્ટઅપ છેતરપિંડી પણ ક્યારેક થાય છે. સૌથી સામાન્ય ભોગ કોણ બને છે? નાના રિટેલ ઇન્વેસ્ટર - જેઓ ₹5,000 - ₹ 50,000 નું રોકાણ કરે છે અને વિચારે છે, "સારા વિચારને મદદ કરવામાં ખોટું શું છે?"
આ છેતરપિંડી તમને કેવી રીતે લલચાવે છે
-
ભાવનાત્મક વાર્તા કહીને: "અમે ટકાઉક્ષમતા માટે લડતી મહિલા-નેતૃત્વવાળા સ્ટાર્ટઅપ છીએ."
-
પ્રોફેશનલ દેખાતી વેબસાઇટ અને ડૅશબોર્ડ નકલી "રોકાણકારોના અપડેટ" દર્શાવે છે
-
"ઇએસજી", "ઈમ્પેક્ટ ઇન્વેસ્ટિંગ, "પ્રી-સીડ રાઉન્ડ, "એન્જલ પાર્ટિસિપેશન", વગેરે જેવા પ્રચલિત શબ્દોનો ઉપયોગ કરીને.
-
પ્રી-આઇપીઓ અથવા પ્રારંભિક તબક્કાની ઇક્વિટીમાં "વિશિષ્ટ ઍક્સેસ" નો દાવો કરતા મેસેજ કરીને.
-
રજિસ્ટર્ડ બિઝનેસ એકમોને બદલે વ્યક્તિગત ખાતું અથવા વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરવાની વિનંતીઓ કરીને.
ક્રાઉડફંડિંગ છેતરપિંડીથી પોતાને કેવી રીતે સુરક્ષિત કરવું
-
કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)ની વેબસાઇટ પર કંપની રજિસ્ટ્રેશનની વિગતો તપાસો.
-
સામાજિક કાર્યોની પ્રમાણિકતા તપાસો જેના માટે પૈસા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તે મની લૉન્ડરિંગ માટે પણ હોઈ શકે છે.
-
નાની-ટિકિટ "ઇક્વિટી" વચનોથી સાવચેત રહો - અસલ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ હંમેશા લાઇસન્સ ધરાવતા પ્લેટફોર્મ અથવા અધિકૃત બ્રોકર્સ દ્વારા કરવામાં આવે છે.
-
ગેરંટીડ રિટર્ન ઑફર કરતા કૅમ્પેન ટાળો - કોઈ કાયદેસર સ્ટાર્ટઅપ્સ તે કરતા નથી.
-
ક્યારેય વ્યક્તિગત એકાઉન્ટમાં અથવા બિઝનેસનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનાર વ્યક્તિઓની યૂપીઆઈ આઇડીમાં પૈસા ટ્રાન્સફર ન કરો.
-
પારદર્શિતા માટે જુઓ - અસલ સ્ટાર્ટઅપ્સ ચકાસણી કરી શકાય તેવી સંપર્ક વિગતો, સ્થાપકોની લિંક્ડઇન પ્રોફાઇલ અને ઑડિટ કરેલા દસ્તાવેજો શેર કરે છે.
-
શંકાસ્પદ પ્લેટફોર્મની જાણ કરો અથવા સેબી અથવા cybercrime.gov.in ને વિનંતી કરો.
નિષ્કર્ષ : સહાનુભૂતિ રાખવી સારી વાત છે. ચકાસણી કરવી તેનાથી પણ વધુ સારી વાત છે.
નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને ટેકો આપવો ખૂબ જ સારી વાત છે - પરંતુ તે તમારી સુરક્ષાના ભોગે ન હોવું જોઈએ.
છેતરપિંડી કરનારા લાલચ અને છેતરપિંડી માટે સદ્ભાવના અને સામાજિક પ્રગતિની ભાષા વાપરી રહ્યા છે.
આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનો - કોઈ અપરિચિત પ્લેટફોર્મ પર આગામી "મોટા વિચાર" માં રોકાણ કરતા પહેલાં થોભો. વિચારો, અને ચકાસો.
કારણ કે એક સાચું સ્ટાર્ટઅપ વિશ્વાસ બનાવે છે - છેતરપિંડીની જાળ નહીં.


