- મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
- સ્ક્રીન રીડર ઍક્સેસ
- બીટા વર્ઝન
નકલી ઉચ્ચ વળતર દર્શાવતા ટ્રેડિંગ પ્લેટફોર્મ
જ્યારે ટ્રેડિંગ બની જાય ત્રાસદી
ખોટા ઉચ્ચ-વળતર દર્શાવતા ટ્રેડિંગ પ્લેટફોર્મથી સાવધ રહો જે અવાસ્તવિક નફો બતાવે છે
તેની શરૂઆત મેસેજ, જાહેરાત અથવા મિત્રની "સફળતાની વાર્તા" થી થાય છે
જ્યારે ટ્રેડિંગ બની જાય ત્રાસદી
ખોટા ઉચ્ચ-વળતર દર્શાવતા ટ્રેડિંગ પ્લેટફોર્મથી સાવધ રહો જે અવાસ્તવિક નફો બતાવે છે
તેની શરૂઆત મેસેજ, જાહેરાત અથવા મિત્રની "સફળતાની વાર્તા" થી થાય છે
"અમારી એઆઈ-આધારિત ટ્રેડિંગ એપ દ્વારા દર અઠવાડિયે 10% નફો કમાઓ!"
"કોઈપણ સમયે ઉપાડો - ગેરંટીડ રિટર્ન!"
તમે સાઇન અપ કરો છો. ડેશબોર્ડ આકર્ષક દેખાય છે. તમે ₹10,000 ડિપોઝિટ કરો છો, અને થોડા દિવસોમાં તમારું ખાતું ₹12,000 બતાવે છે. તમે નાની રકમનો ઉપાડ પણ કરો છો - તે કામ કરે છે! તમે પ્રોત્સાહિત થાઓ છો અને વધુ રોકાણ કરો છો.
ત્યારબાદ અચાનક, એપ કામ કરવાનું બંધ કરે છે. તમારું ખાતું લૉક થઈ જાય છે. ગ્રાહક સેવા ગાયબ થઈ જાય છે.
તમારી સાથે છેતરપિંડી થઈ છે.
નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ છેતરપિંડી શું છે?
છેતરપિંડી કરનારાઓ એવું ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા મોબાઇલ એપ બનાવે છે જે વાસ્તવિક ટ્રેડિંગ વાતાવરણ પૂરું પાડે છે - ચાર્ટ, ડેશબોર્ડ અને લાઈવ માર્કેટ ડેટાથી સજ્જ.
તે ઘણીવાર નીચે મુજબની આડમાં અવાસ્તવિક રીતે ઉચ્ચ વળતરનું વચન આપે છે:
-
એલ્ગોરિધમિક અથવા એઆઈ-આધારિત ટ્રેડિંગ,
-
ફોરેક્સ અથવા ક્રિપ્ટો ટ્રેડિંગ,
-
કોમોડિટી અથવા ડેરિવેટિવ્સ સ્કીમ, અથવા
-
વૈશ્વિક રોકાણની તકો.
શરૂઆતમાં, વિશ્વાસ કરાવવા માટે તેઓ નાના નફા અને ઝડપી ઉપાડ કરવા દે છે. એકવાર તમે મોટી રકમનું રોકાણ કરો પછી, પ્લેટફોર્મ ક્યાં તો તમારા ખાતાને બ્લૉક કરે છે, ઉપાડ અટકાવે છે અથવા સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે.
આ છેતરપિંડી કેવી રીતે થાય છે
-
આકર્ષક: આકર્ષક સોશિયલ મીડિયા જાહેરાતો અથવા વૉટ્સએપ મેસેજો ઉચ્ચ વળતરનું વચન આપે છે.
-
વિશ્વાસ-નિર્માણ: નાના ઉપાડ સફળ; તમારા ખાતામાં નકલી નફો દેખાય છે.
-
હુક: તમે "ટૉપ અપ" અથવા "પ્રીમિયમ પ્લાનમાં અપગ્રેડ" કરવા માટે સહમત થાવ છો."
-
ક્રૅશ: ઉપાડ નિષ્ફળ જાય છે, તમારું બૅલેન્સ અદૃશ્ય થઈ જાય છે, અને છેતરપિંડી કરનારા પણ ગાયબ થઈ જાય છે.
આ છેતરપિંડી ઘણીવાર નકલી ગ્રાહક સેવા નંબર, ક્લોન કરેલી વેબસાઇટ અને કાયદેસર દેખાવા માટે નકલી પ્રશંસાપત્રોનો ઉપયોગ કરે છે.
વાસ્તવિક જીવનના કિસ્સાઓ
-
તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ભારતીય રોકાણકારો પાસેથી 800 કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી છે. https://timesofindia.indiatimes.com/india/illegal-trading-platform-made-rs-800cr-profit-in-india-in-just-9-months/articleshow/124300311.cms
-
ઘણી છેતરપિંડીને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સ અને ટેલિગ્રામ ગ્રુપ્સ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે જે "મર્યાદિત સમયગાળાની ટ્રેડિંગ ઍક્સેસ" પ્રદાન કરે છે
-
એકવાર યૂઝર ભારે રોકાણ કરે પછી, તેમને સંપૂર્ણપણે લૉક-આઉટ થાય તે પહેલાં રકમ ઉપાડવા માટે "ટૅક્સ અથવા ચકાસણી ફીની ચુકવણી" કરવાનું કહેવામાં આવે છે.
જાતે કેવી રીતે સુરક્ષિત રહેવું
-
ગેરંટીડ અથવા ફિક્સ્ડ રિટર્ન અંગે શંકા રાખો - બજારો તે રીતે કામ કરતા નથી.
-
ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા મધ્યસ્થીની ચકાસણી કરોસેબીની અધિકૃત યાદી પર:
સેબી | માન્ય મધ્યસ્થીઓ -
ભારતમાં રજિસ્ટર્ડ ન હોય તેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા વ્યક્તિગત ખાતું અથવા ક્રિપ્ટો વૉલેટથી ચુકવણી કરવાનું કહેતા હોય તેને ટાળો.
-
ક્યારેય ઓટીપી, લૉગ-ઇન ક્રેડેન્શિયલ અથવા રિમોટ ઍક્સેસ શેર કરશો નહીં (ડેસ્કટૉપ શેરિંગ એપ દ્વારા) એવા કોઈપણ સાથે જે "તમને ટ્રેડ કરવામાં મદદ" કરવાનો દાવો કરે છે
-
કોઈપણ ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરતા પહેલાં રિવ્યૂ અને એપની પરવાનગીઓ તપાસો.
-
વૉટ્સએપ, ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામ પર અવાંછિત રોકાણ ગ્રૂપથી સાવચેત રહો.
-
આવી છેતરપિંડીની cybercrime.gov.in પર જાણ કરો અને જો તમે ફંડ ટ્રાન્સફર કર્યું હોય તો તરત જ તમારી બેંકને ઍલર્ટ કરો.
નિષ્કર્ષ: સરળ નફો હોતો નથી- સરળ માત્ર શિકાર હોય છે
છેતરપિંડી કરનારા એક બાબત જાણે છે: લોભ અને ઉતાવળ સારા નિર્ણયને ઢાંકી દે છે.
કોઈ કાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ સતત નફા અથવા ત્વરિત ઉપાડની ગેરંટી આપી શકતું નથી.
તેથી કોઈપણ "ખૂબ સારી" લાગતી એપ્લિકેશન અથવા પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરતા પહેલાં, યાદ રાખો:
અટકો. વિચારો. ચકાસણી કરો.
આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનો, કારણ કે રોકાણમાં, ધીરજ સંપત્તિનું નિર્માણ કરે છે - શોર્ટકટ નુકસાન કરે છે.
