- મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
- સ્ક્રીન રીડર ઍક્સેસ
- બીટા વર્ઝન
શા માટે અવ્યવસ્થિત રોકાણ કરતાં લક્ષ્ય-આધારિત રોકાણ વધુ સારું છે
માત્ર રોકાણ કરશો નહીં. ઇરાદાપૂર્વક રોકાણ કરો.
શા માટે અવ્યવસ્થિત રોકાણ કરતાં લક્ષ્ય-આધારિત રોકાણ વધુ સારું છેમાત્ર રોકાણ કરશો નહીં. ઇરાદાપૂર્વક રોકાણ કરો.
શા માટે અવ્યવસ્થિત રોકાણ કરતાં લક્ષ્ય-આધારિત રોકાણ વધુ સારું છે
ઘણા લોકો રોકાણ કરવાનું શરૂ કરે છે કારણ કે તેમને કોઈએ કહ્યું કે.
એક મિત્રએ કહ્યું છે કે એસઆઇપી શ્રેષ્ઠ છે.
એક સંબંધીએ કોઈ ચોક્કસ સ્ટૉકના વખાણ કર્યા.
એક વિડિઓમાં "વર્ષનું શ્રેષ્ઠ ફંડ" હોવાનું વચન આપવામાં આવ્યું છે.
તેથી તેઓ વધારે વિચાર્યા વિના અહીં તહીં રોકાણ કરે છે. મહિનાઓ પછી, તેઓ સમજી શકતા નથી કે તેઓએ શા માટે રોકાણ કર્યુ હતું, તેઓ શેના માટે બચત કરી રહ્યા છે, અથવા તેઓ સાચા માર્ગ પર છે કે નહીં.
તે અવ્યવસ્થિત રોકાણ છે - અને જો કે તે ક્યારેક પ્રગતિ જેવું લાગી શકે છે, પરંતુ તે ઘણીવાર મૂંઝવણ, નિરાશા અને ચૂકી ગયેલી તકોનું કારણ બને છે.
હવે અન્ય અભિગમની કલ્પના કરો - જે એક દિશા અને સ્પષ્ટતા સાથે છે: લક્ષ્ય-આધારિત રોકાણ.
લક્ષ્ય-આધારિત રોકાણ શું છે?
લક્ષ્ય-આધારિત રોકાણ એક સરળ પ્રશ્ન સાથે શરૂ થાય છે:
હું શા માટે રોકાણ કરું છું?
તમારા બાળકનું શિક્ષણ હોય, ઘર ખરીદવું હોય, વહેલાં નિવૃત્તિ હોય કે પછી સ્વપ્નનું વેકેશન હોય, તમે ચોક્કસ નાણાંકીય ધ્યેય નક્કી કરો છો, સમયરેખા અને ખર્ચનો અંદાજ કાઢો છો, અને પછી તે મુજબ રોકાણ કરો છો - સંપત્તિ અને જોખમ સ્તરના યોગ્ય મિશ્રણમાં.
તમારા પૈસા માત્ર વધતા જ નથી - તે હેતુ સાથે વધે છે.
લક્ષ્ય-આધારિત રોકાણ શા માટે વધુ સારી રીતે કામ કરે છે
-
સ્પષ્ટતા અવ્યવસ્થા ખતમ કરે છે
જ્યારે તમને તમારું લક્ષ્ય ખબર હોય, ત્યારે દરેક નાણાંકીય નિર્ણય સ્પષ્ટ બને છે. તમે બજારના ઉતાર ચઢાવ અથવા ટૂંકા ગાળાના વલણોમાં ખોવાઈ જવાને બદલે ખરેખર શું મહત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો. -
વધુ સારી શિસ્ત
લક્ષ્યો સાથે જોડાયેલી એસઆઇપી આદતો બની જાય છે. જ્યારે તમને ખબર હોય કે તમે શેના માટે રોકાણ કરી રહ્યા છો, ત્યારે રોકાણ બંધ કરવાની અથવા વહેલાં ઉપાડવાની શક્યતા ઓછી રહે છે. -
યોગ્ય લક્ષ્ય માટે યોગ્ય જોખમ
3-વર્ષના લક્ષ્ય અને 15-વર્ષના લક્ષ્ય માટે ખૂબ જ અલગ વ્યૂહરચનાઓની જરૂર પડે છે. લક્ષ્ય-આધારિત રોકાણ તમારા જોખમ અને સમય સીમાને યોગ્ય રીતે સંરેખિત કરે છે. -
બજારની વધઘટ દરમિયાન પ્રેરણા
બજારો વધે અને ઘટે છે - પરંતુ જ્યારે તમે કંઈક અર્થપૂર્ણ માટે રોકાણ કરી રહ્યા હોવ, ત્યારે તમે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપવાને બદલે રોકાણ ચાલુ રાખો તે વધુ સંભવ છે. -
સ્માર્ટ રીતે સમીક્ષા કરો, અવ્યવસ્થિત નિર્ણયો નહીં
નિર્ધારિત લક્ષ્યો સાથે, પોર્ટફોલિયો સમીક્ષા સરળ બની જાય છે: શું હું મારા લક્ષ્ય માટેના યોગ્ય માર્ગ પર છું? નહીં - આ મહિને સૌથી પ્રચલિત ફંડ કયું છે?
ઉદાહરણ: અવ્યવસ્થિત વિરુદ્ધ લક્ષ્ય-આધારિત રોકાણ
| ઇન્વેસ્ટર | અભિગમ | પરિણામ |
|---|---|---|
| રવિ | ભલામણોને કારણે કોઈપણ 5 ફંડમાં રોકાણ કરે છે | તે પોતાની સ્થિતિ અંગે મૂંઝવણમાં છે; વહેલી તકે રિડીમ કરે છે; ઓછું રિટર્ન મળે છે |
| અનિતા | 12 વર્ષમાં તેમના બાળકના કૉલેજ ખર્ચ માટે માસિક ₹10,000 નું રોકાણ કરે છે | તેના લક્ષ્ય ભંડોળને ટ્રૅક કરે છે; રોકાણ ચાલુ રાખે છે; આરામદાયક રીતે લક્ષ્યને પ્રાપ્ત કરે છે |
માર્કેટ એક જ છે. માનસિકતા અલગ છે.
લક્ષ્ય-આધારિત રોકાણની કેવી રીતે શરૂઆત કરવી
-
તમારા નાણાંકીય લક્ષ્યોની સૂચિ બનાવો - ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના.
-
દરેકની સમયસીમા અને લક્ષિત રકમ જોડો.
-
જોખમ અને સમયના આધારે યોગ્ય પ્રૉડક્ટને ઓળખો - ઇક્વિટી, હાઇબ્રિડ અથવા ડેબ્ટ.
-
એસઆઇપી અથવા રિકરિંગ પ્લાન દ્વારા તમારા રોકાણોને ઑટોમેટ કરો.
-
જીવનમાં ફેરફારો અથવા ફુગાવાને ઍડજસ્ટ કરવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત સમયાંતરે સમીક્ષા કરો.
-
ટૂંકા ગાળાના વલણો અથવા "હોટ ટિપ્સ" થી થતાં વિક્ષેપ ટાળો
જો તમને ખાતરી ન હોય, તો તમે આમની મદદ લઈ શકો છોસેબી-રજીસ્ટર્ડ રોકાણ એડવાઇઝર:
સેબી | માન્ય મધ્યસ્થીઓ
નિષ્કર્ષ: હેતુ એ શ્રેષ્ઠ રોકાણ વ્યૂહરચના છે
અવ્યવસ્થિત રોકાણ કરવું એ નકશા વગર ચાલવા જેવું છે - તમે આગળ વધી જશો, પરંતુ તમે જ્યાં જવા માંગો છો ત્યાં ભાગ્યે જ પહોંચી શકશો.
લક્ષ્ય-આધારિત રોકાણ તમારા પૈસાને દિશા, શિસ્ત અને અર્થ આપે છે.
તેથી, તમે તમારા આગામી ફંડ અથવા સ્ટૉકમાં રોકાણ કરો તે પહેલાં, પોતાની જાતને પૂછો:
“આ મને કયો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે?”
આત્મનિર્ભર રોકાણકાર બનો અને તમારા નાણાંકીય લક્ષ્યો મુજબ રોકાણ કરો. કારણ કે જ્યારે તમારા રોકાણનો હેતુ હોય છે, ત્યારે તમારા પૈસાનું ભવિષ્ય હોય છે.


